પ્રેમ - નફરત - ૭૬

(29)
  • 3.6k
  • 2
  • 2.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૬ આરવ ઓફિસમાં પોતે એકલો જ હોય એમ રચનાની વાત પર આંખો મીંચીને ગંભીરતાથી વિચારતો રહ્યો. રચનાએ એના વિચારોમાં ખલેલ પહોંચાડી નહીં. એની સામે રહેવાને બદલે બીજા કામે જતી રહી. આરવ લાંબા વિચાર પછી તંદ્રામાંથી બહાર આવ્યો અને જોયું તો રચના ન હતી. પોતે સમાધિ લગાવી હોય એમ વિચાર કરી રહ્યો હતો. તેનું મન બોલ્યું:‘વાત પણ એટલી ગંભીર હતી. પહેલાં તો રચનાના ઈરાદા પર શંકા ઊભી થઈ હતી. એની સાથે લગ્ન કર્યા પછી ભાઈઓ અંદરખાને મુંઝાતા હતા અને અતડા રહેવા લાગ્યા હતા. વળી બંને વિદેશ જઈ આવ્યા એ ભાભીઓને ગમ્યું ન હતું. ભાઈઓએ લગ્ન