રેટ્રો ની મેટ્રો - 26

  • 2.1k
  • 836

ફ્રેન્ડ્સ,રેટ્રોની મેટ્રો સફર શરૂ કરીએ એક સરસ મજાની યાદ સાથે.... ટીવી પરની સર્વપ્રથમ ભારતીય સોપ ઑપેરા,દૂરદર્શનની ધારાવાહિક હમલોગ....અને હમલોગ ના સૂત્રધાર સાથે દર્શકો પણ દોહરાવતા, તે શબ્દો યાદ છે ને?"છન પકૈયા છન પકૈયા છન કે ઉપર બરફી, દેખેંગે હમ લોગ,અબ ક્યા કરેગી બડકી...." "હમલોગ" ના સૂત્રધાર હતા અભિનેતા અશોક કુમાર.કોલકાતાથી એલ.એલ.બી.નો અભ્યાસ પડતો મૂકીને મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં લેબ ટેકનિશિયન તરીકે નસીબ અજમાવવા આવેલા... અને "કિસ્મત"ના જોરે અભિનેતા બની,લોકપ્રિયતાના શિખરે સડસડાટ પહોંચી ગયેલા અભિનેતા એટલે અશોકકુમાર.૧૯૩૬ થી શરૂ થયેલી અભિનેતા તરીકેની તેમની કારકિર્દી લગભગ છ દાયકા સુધી વિસ્તરી હતી.ખંડવા ના અગ્રણી વકીલ કુંજલાલ ગાંગુલીનો સૌથી મોટો પુત્ર કુમુદલાલ ગાંગુલી,બી.એસ.સી થયો પછી