ગત આંકથી શરુ.....રાત ઘનઘોર હતી, અનુરાગને નિંદર આવતી ન હતી તે બાલ્કનીમાં આવ્યો તેણે દૂરથી જોવા મળતા દરિયા કિનારા તરફ પોતાનું ધ્યાન દોર્યું....દરિયા કિનારો ખુબ જ વિશાળ હતો, રાતની હવાઓમાં માત્ર દરિયા કિનારે આવેલા લાઈટ હાઉસથી જ જાણકારી મળતી કે ત્યાં કિનારો છે...બાળપણની વાતો પણ નિરાળી હોય છે, જયારે અનુરાગ પપ્પા સાથે રજાઓના સમયમાં દરિયા કિનારે જતો ત્યારે ત્યાં રવિવારના દિવસે મેળા જેવો માહોલ જોવા મળતો અને તે ખુબ જ અનેરી વાતો જોવા મળતી હતી...એક દિવસની વાત હતી કિનારેથી ઘરે આવતા એક બુક સ્ટોરમાં ગયેલા લેખક સંધ્યાની બુક બુક સ્ટોરમાં જોઈ હતી અને તે બુકની ડિમાન્ડ પણ ખુબ જ હતી