કસક - 25

  • 2.5k
  • 1.4k

પાર્ટી પતી ગયા બાદ આરોહી બધાની દીધેલી ગિફ્ટ ખોલી રહી હતી અને એક પછી એક જોઈ રહી હતી.આરતી બહેન સમાન પેક કરી રહ્યા હતા ને બધી વસ્તુ છેલ્લી વાર ચેક કરી રહ્યા હતા કાલે તેઓ દિલ્હી જઈ રહ્યા હતા તેમના ભાઈ ના ઘરે અને ત્યારબાદ ચાર દિવસ પછી ત્યાંથી અમેરિકા. આરોહીએ કવનની ગિફ્ટ ખોલી, જેમાં તેને ગમતી બુક “કસપ” હતી. તેણે તે બુક વાંચેલી હતી.તે કવનની ગિફ્ટથી ખુશ થઈ ગઈ. તે વિચારતી હતી કે કવનને યાદ છે કે મને આ બુક ખુબ ગમે છે. તે બુકનું પેજ ફેરવવા જતી હતી.ત્યાં જ અંદરથી તેની મમ્મી એ તેને બોલાવી. "બે જ મિનિટ