લવ યુ યાર - ભાગ 9

(30)
  • 8.1k
  • 1
  • 6.6k

"લવ યુ યાર"ભાગ-9સાંવરી એકદમથી ચમકીને બોલે છે કે, "અરે બાપ રે, એવું છે ? હજી તું ટુ મન્થ પછી ઇન્ડિયા આવવાનો હતો ? અને હા, તે મને ફોનમાં કેમ કોઈ દિવસ આવી કોઈ વાત ન કરી કે હું તને ગમું છું, તારે મને જોવી છે એટસેટરા....એટસેટરા..." મિતાંશ: અરે ગાંડી, ફોનમાં એકદમથી કોઈ છોકરીને એવું થોડું કહી દેવાય. અને હું ફેસબુક અને વોટ્સઅપ ઉપર તારા ફોટા અને ડિટેઇલ્સ ચેક કર્યા કરતો હતો. પણ મને કંઇજ ઇન્ફર્મેશન કે ફોટા કશુંજ જોવા ન મળ્યું. એટલે તું સીંગલ છે કે મેરિડ એવી કંઈજ ખબર ન હતી અને મારે તારા વિશે બીજા કોઈને કંઈ પૂછવું