જ્યારે ધાર્યું ન થાય

  • 4.2k
  • 1.4k

લેખ:- જ્યારે ધાર્યું ન થાયલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીજરા વિચારો - તમે સરસ મજાનો કાર્યક્રમ ગોઠવ્યો છે. સવારથી તમે આ કાર્યક્રમની તૈયારીઓ પાછળ લાગ્યાં છો. બધી જ તૈયારીઓ એકદમ બરાબર થઈ ગઈ છે. હવે માત્ર તમારે તૈયાર થવાનું બાકી છે. તમે તમારાં મિત્રો અને સખીઓને આમંત્રણ આપ્યું છે અને અચાનક કંઈક એવું બની જાય છે કે તમારે નાછૂટકે આ કાર્યક્રમ રદ્દ કરવો પડે. શું થશે તમારી ખુશીઓનું?આવી જ રીતે એક વિદ્યાર્થી આખુંય વર્ષ સખત મહેનત કરે, એક ઉદ્યોગપતિ આખુંય વર્ષ પોતાની કંપની માર્કેટમાં ટોચના સ્થાને પહોંચે એ માટે મહેનત કરે, એક કર્મચારી પોતાની સંસ્થા કે જ્યાં એ કામ કરે છે