મુકુલ નો શ્વાસ નીચે બેઠો અત્યાર સુંધી એનો જીવ તાળવે ચોંટી ગયેલો હતો. એણે બિલકુલ આશા નતી રાખી કે એના પપ્પા એને આ નોકરી કરવા માટે રજા આપશે. મુકુલ માટે આ વાત કોઈ ચમત્કાર થી કમ ન હતી. એ હવે પોતાની જાત ને વધુ સમય આ બારણાં ની બહાર રોકી ના શક્યો. એ દોડતો ઓરડામાં ગયો અને એના પપ્પા ના પગમાં પડ્યો. કૃષ્ણકાંતે મુકુલ ને ઉભો કરી પોતાના ગળે લગાડ્યો અને એની પીઠ થપથપાવી ને બોલ્યાં, મને તારી ઉપર ગર્વ છે દીકરા તું સાચે જ મારા કુળ નો દીપક છે. તારી સમજ અને દેશ પ્રત્યેની ભાવના ને મારી સલામ છે.