દૈત્યધિપતિ II - ૧૬ - છેલ્લો અધ્યાય

  • 3.7k
  • 1.3k

બળતી ચિતા પર પણ સુધાને યાદ હતું. તેને કઈ રીતે તે છરી પોતાના હાથમાં પકડી હતી. આધિપત્યનું સરોવર હતું. તે અમેય સાથે ડૂબી રહી હતી. તેઓ તરત જ બહાર આવી ગયા. અમેયએ તેનો હાથ પકડી રાખ્યો હતો. ત્યાં જ આધિપત્ય પણ તેની સામે આવ્યો.  ‘સુધા! અમેયને મારી નાંખ!’ પાણીમાં વમણ ઉઠી રહ્યા હતા. તે પાણી પર લોપા ઊભી હતી, અને રડી રહી હતી. આધિપત્યએ કહ્યું, ‘સુધા! જો તું અમેયને નહીં મારે તો અમે ક્યારેય મુક્ત નહીં થઈએ. અમારી વાત માન..’  આધિપત્યની સામે સુધા જોઈ રહી. પછી તેને મહસૂસ થયું. ધીમેથી પાછળ અવાજ આવી રહ્યો હતો.. ‘આ વરસાદ પ્રલયની નિશાની છે..