કસક - 23

  • 2.9k
  • 1.6k

તે ચાલતો ચાલતો એક નજીકના સ્ટેશન પર પહોંચી ગયો. ત્યાં પૂછતાછ કરતા ખબર પડી કે એક રાતની ટ્રેન છે.જે અહિયાથી જયપુર જાય છે. તે એક ખૂબ નાનું સ્ટેશન હતું.ત્યાં માંડ દિવસમાં બે એક ટ્રેન ઉભી રહેતી હશે.કવન વિચારતો હતો કે હું જયપુર કેમ જવું.પણ જ્યારે ક્યાં જવાનું તે નક્કી જ નથી તો જયપુર જ ઠીક છે.ટિકિટ બારી હજી ખુલી નહોતી તે રાત્રે ટ્રેન આવવાના ૨૦ મિનિટ પહેલા ખુલતી હતી.તે ત્યાં નાના સ્ટેશન ના પગથિયાં ઉપર બેસી ગયો. હવે કંઈ વિચારવા જેવું સૂઝતું નહોતું.કવન મનોમન વિચારતો હતો એક ક્ષણ માટે કે તે ના જાય. તે આરોહીને એક સારા મિત્રની જેમ મુકવા