સ્ત્રી હદય - 41. રાહત ના સમાચાર

  • 2.3k
  • 1
  • 1k

અબુ સાહેબ ખતરનાક સૈનિકની સાથે એક લાગણી વિહીન વ્યક્તિ હતા પોતાના ઈરાદાઓને કામયાબી અપાવવા માટે તેઓ કોઈપણ રસ્તો અપનાવી શકતા હતા. પોતાના પરિવાર ના લોકોની જાનને જોખમમાં મૂકવી , આમ્.... વર્ષોથી ખીદમત કરતા અને સાથે રહેતા તેમના વફાદારને પણ એક શકના આધારે છોડી દેવા તેમની માટે કોઈ મોટી વાત ન હતી. આ વાત રહીમ કાકા બરાબર જાણતા હતા. અબુ સાહેબ ની આ પ્રકારની તરબિયત અને ઉછેર તેમની માતા પાસેથી તેમને મળ્યો હતો. કારણ કે તેમની માતા પણ એક રાજનૈતિક પ્રધાંન અને નિર્દય સૈનિકના દીકરી હતા. આમ તો રહીમ કાકા રહેમત બેગમ ની સાથે ખૂબ નાની ઉમરે તેમની સાથે આ ઘરમાં