સ્ત્રી હદય - 33. ક્લીન ચીટ

  • 2.3k
  • 1
  • 1.1k

બવરચી મહિલા અને સકીના ની વાતો સાંભળી સપના ના ચહેરા ઉપર પસીનાઓ આવી ગયા તેના ચહેરા પર ના હાવભાવ જોઈને સપના સમજી ગઈ હતી કે કંઈક તો ગડબડ ચાલી જ રહી છે. તેનું તીર નિશાના ઉપર લાગ્યું છે.સકિનાએ બ્રિગેડિયર જમાલ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ સપના માટે આ વિકટ પરિસ્થિતિ ઉભી કરી હતી, કારણ કે તે જાણતી હતી કે બ્રિગેડિયર જમાલ અત્યારે સાઉદીમાં છે આથી તે અત્યારે તો સપનાની કોઈ મદદ કરી શકે તેમ નથી અને સપના વિશે પણ તે એટલું તો જાણતી હતી કે ભલે તે કોઈ બ્રિગેડિયરની દીકરી હોય પરંતુ તે એટલી જાબાજ કે નીડર નથી કે કોઈપણ