જલપરી ની પ્રેમ કહાની - 2

(13)
  • 3.8k
  • 1
  • 2.4k

કૃષ્ણકાંત ની વાત સાંભળી ગુરુજી ના મુખ પર એક મંદ હાસ્ય ફરક્યું. કૃષ્ણકાંત ને આ જોઈ બહું નવાઈ લાગી. એ વિસ્મય ભરી નજરે ગુરુજી ની સામે જોઈ રહ્યા. એમની આંખો જાણે ગુરુજી ને પ્રશ્ન કરી રહી હતી કે આવી ગંભીર વાત માં આપને એવું તો શું શુઝ્યું કે આપના મુખ પર હાસ્ય ની લહેરખી ફરી વળી છે. બહુજ જલદી ગુરુજીએ મૌન ભેદ્યું કૃષ્ણકાંત આપને યાદ છે જ્યારે આપના લગ્ન ના ઘણાં વર્ષ વીત્યા પછી પણ આપના ઘરે કોઈ જ સંતાન ન હતું? આપે તમામ મોટા મોટા ડોક્ટર ની સલાહ લીધી, બાધા આખડી કરી અને આખરે મારી પાસે આવીને તમારા અંતરનું