સવાઈ માતા - ભાગ 19

(17)
  • 3.2k
  • 2.4k

નવલકથા : સવાઈ માતા (ભાગ - ૧૯) સર્જક : અલ્પા ભટ્ટ પુરોહિત, વડોદરા તા. ૦૧-૦૪-૨૦૨૩ રસોડું આટોપી મેઘનાબહેન અને રમીલાની માતા બેઠકરૂમમાં આવ્યાં. ઘરની રીતભાત મુજબ બધાં પરિવારજનો આવતા સમીરભાઈએ મહત્વની વાત છેડી. તેઓ બોલ્યા, ”નિખિલ, મારી બેગ લાવજે બેટા.” નિખિલે ઉભા થઇ તેમની બેગ આપી. સમીરભાઈએ તે ઉઘાડી ચાર જેટલાં બ્રોશર રમીલાનાં હાથમાં મુક્યાં. બધાં જ નવી સ્કીમના ફ્લેટના બ્રોશર હતાં. રમીલા બોલી ઉઠી, “પાપા, આપણે તો ભાડેથી ફ્લેટ લેવાનો છે ને?” સમીરભાઈ બોલ્યાં, “હા, હમણાં તો ભાડેથી જ લેવાનો છે પણ, આ નવલરામનાં મોટાભાઈએ ઘણીબધી સ્કીમમાં પોતાના ફ્લેટ લઇ રાખ્યા છે, જેને તેઓ ભાડે થી આપે છે એટલે