સાચો માનવધર્મ

  • 2k
  • 2
  • 786

માનવધર્મ એટલે શું ? આખી વાત એ તો બહુ મોટી વસ્તુ છે, પણ ટૂંકમાં લઈએ તો મનુષ્યો એકલાનું સાચવે કે એને મારા નિમિત્તે દુઃખ ન જ થવું જોઈએ, એ માનવધર્મ છે. તમે શેઠ હો અને નોકરને તમે ખૂબ ટૈડકાવતા હો, તે ઘડીએ તમને વિચાર આવવો જોઈએ કે હું નોકર હોઉં તો શું થાય ? આટલો વિચાર આવે તો તમે એને ટૈડકાવવાનું પદ્ધતિસરનું કહેશો, વધારે નહીં કહો. તમે કોઈનું નુકસાન કરતા હો, તો તે ઘડીએ તમને એમ વિચાર આવે, કે હું સામને નુકસાન કરું છું, પણ કોઈ મારું નુકસાન કરે તો શું થાય ? માનવધર્મ એટલે આપણને જે ગમે છે એટલું