પ્રારંભ - 45

(67)
  • 4.9k
  • 1
  • 3.2k

પ્રારંભ પ્રકરણ 45કેતને જામનગર છોડતાં પહેલાં પોતાનાં માતા પિતા ભાઈ ભાભી બહેન અને જાનકીને જામનગર બોલાવ્યાં હતાં જેથી પોતાના સમગ્ર પરિવારને દ્વારકાની અને બેટ દ્વારકાની યાત્રા કરાવી શકે ! શરદપૂનમના બીજા દિવસે જ એનો પરિવાર જામનગર આવી ગયો હતો અને એ પછી કેતને દ્વારકાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. બે દિવસ દ્વારકા બેટ દ્વારકા અને શિવરાજપુર ફરીને બધા જામનગર પાછા આવી ગયા હતા. કેતન લોકોએ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે સાંજના છ વાગી ગયા હતા. સુધા માસી રસોઈ કરવા આવી ગયાં હતાં અને અત્યારે ડુંગળી બટેટાનું શાક સમારી રહ્યાં હતાં. જગદીશભાઈ અને જયાબેન સ્વામીનારાયણ ધર્મ પાળતાં હતાં પરંતુ તેમણે આજના આધુનિક જમાનામાં લસણ