કિન્નર! શ્રાપ કે આશિર્વાદ - 1

  • 5.5k
  • 2.5k

અરે સીમા બેટા શું થયું છે. આજ સવારથી આમ વ્યાકુળ કેમ છે,બધું ઠીક છે ને બેટા. ખાવામાં કોઈ ગડબડ થઈ છે કે, કેમ ઊલટીઓ કરો છો. જુઓ એકતો તમારા મમ્મી ને વિશાલ બન્ને ઘરે નથી, જો તબિયત વધુ બગડે એના કરતા ચાલો આપણે દવાખાને જઈ આવીએ. અરે ના પપ્પા, એવું કંઈ નથી આ તો બસ થોડું માથું ભારે લાગે છે, ને ઉબકા આવે છે, બાકી ઉલ્ટી નથી આવી. ચાલો પપ્પા આપને મસ્ત મજાની કડક ચા પીએ. એ પણ તમારી પસંદની એલચી ને આદુ વાળી. પણ વહુ બેટા,તમે તો કૉફી પીવો છો ને, આજ આ ચા પીવાની ઈચ્છા કેમની થઈ. હા,