લવ યુ યાર - ભાગ 8

(27)
  • 8.9k
  • 3
  • 7k

"લવ યુ યાર"ભાગ-8મિતાંશ વિચારતો હતો કે મમ્મી-પપ્પા ને વાત કરવાની આ ડાઇનીંગ ટેબલ બરાબર જગ્યા છે. પણ આજે વાત નથી કરવી, ફરી ક્યારેક...બીજે દિવસે પણ મિતાંશ દરરોજની જેમ વહેલા ઓફિસ જવા નીકળી ગયો. રોજ કરતાં આજે કંઇક વધારે તૈયાર થઈ રહ્યો હતો. વોરડ્રોબ ખોલીને ઉભો રહી ગયો હતો અને વિચારતો હતો કે કયા કપડા પહેરુ, સ્પ્રે ની પાંચ થી છ બોટલો બહાર કાઢીને મૂકી દીધી હતી. કયુ સ્પ્રે છાંટુ, છોકરીઓને કેવી સ્મેલ વધારે ગમે એવું વિચારવા લાગ્યો. તૈયાર થઈનેબહાર નીકળ્યો એટલે મમ્મી પણ તેને જોઇને વિચારમાં પડી ગઇ.દરરોજ કરતાં વધારે સરસ લાગતો હતો. મમ્મી બોલી પણ ખરી કે, " આજે