ડાયરી - સીઝન ૨ - ચકો-ચકી-ચકુ

  • 2.1k
  • 918

શીર્ષક : ચકો-ચકી-ચકુ ©લેખક : કમલેશ જોષીરોટી, કપડા ઔર મકાન એ માણસની અત્યારની બેઝીક જરૂરિયાત છે. જોકે એક મિત્રે આ બાબતે છણાવટ કરતા કહ્યું: આજના મોર્ડન સમાજમાં રોટીનો અર્થવિસ્તાર રોટલા, થેપલા, પૂરી, પરાઠા, નાન, ચાઇનીઝ, પંજાબી, પીત્ઝા, બર્ગર, દાબેલી, ઈડલી, ઢોસા, સેન્ડવીચ જેવી હજારો વાનગીઓ સુધી લંબાઈ ગયો છે. કપડાનો અર્થ પણ અંગઢાંકણ એવા પેન્ટ, શર્ટની બાઉન્ડ્રી ક્રોસ કરી શેરવાની, શૂટ, બુટ, ગોગલ્સ, ગોલ્ડન ચેઇન, વીંટી જેટલી હજારો વેરાયટીઓ સુધી વિસ્તરી ગયો છે. મકાનમાં પણ રૂમ, રસોડું, ટોઇલેટ, બાથરૂમ, તળિયું અને ફળિયું જ પુરતું નથી હોતું. એમાંય ગેસ્ટરૂમ, સ્ટડીરૂમ, બેડરૂમ, સ્વીમીંગ પુલ, ગાર્ડન, પાર્કિંગ, કમ્યુનીટી હોલ જેવા અનેક લપસિંદરા વગર