શમણાંની શોધમાં - પ્રકરણ 10

(77)
  • 3.2k
  • 1
  • 2.2k

          કોલાહલ સાંભળીને જાગ્યો ત્યારે દિલ્હી કેંટ આવી ગયું હતું.           શ્યામ બર્થ પરથી નીચે ઉતર્યો. એ લોવર બર્થ પર બારીની નજીક બેઠો. ટ્રેન ધીમે ધીમે દિલ્હીમાંથી પસાર થતી હતી. ટ્રેકની બંને બાજુ ગંદગીનો પાર નહોતો. રાજધાનીની આ હાલત છે તો દેશના બાકીના વિસ્તારની હાલત કયાંથી સુધરે એમ એ વિચારતો હતો. કેટલા યુધ્ધોનું સાક્ષી છે આ દિલ્હી. કેટલી હત્યાઓનું સાક્ષી! દ્રૌપદીના ચીરહરણથી નિર્ભયા રેપકેસ સુધી. મોગલોના ધાર્મિક અત્યાચારથી બ્રિટીશરોના આર્થિક અને વહીવટી અત્યાચારનું સાક્ષી આ દિલ્હી શહેર અંદરથી દુઃખી હશે!           સોનીપતનું બોર્ડ જોઈ એના વિચારો તૂટ્યા. આ