પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૭૪ ‘એ લખમલભાઈ જ હતા ને?’ રચના બોલી ઊઠી.‘હા, મેનેજર એમના ઇશારે બધું કરી રહ્યો હોવાનું કેટલાક મજૂરોએ નિરૂપાને કહ્યું હતું. પહેલાં રણજીતલાલ અને પછી દેવનાથભાઈના અકાળ મોતથી મજૂરવર્ગ જ નહીં પણ બધાં જ કર્મચારીઓ ચોંકી ઊઠયા હતા. કંપની કે એના શેઠ વિરુધ્ધ બોલવાની હિંમત કોઈ કરી શકે એમ ન હતા. બધાએ જીભ પર તાળું મારી દીધું હતું. જેને અનુકૂળ ના આવે એ ફરિયાદ કે રજૂઆત કરવાને બદલે નોકરી છોડવાનું પસંદ કરતું હતું. ધીમે ધીમે આપણે લખમલભાઈની કંપની જ નહીં એમની વાતથી દૂર થતાં રહ્યા. હું એક સામાન્ય સ્ત્રી હતી. કોઇની સાથે બાથ ભીડી