દાદા હું તમારી દીકરી છું - 3

  • 3.4k
  • 1.9k

ભરતભાઈ જયંતીભાઈને હાથ પકડી ઉભા કરી ગળે લગાવે છે અને હિંમત રાખવા કહે છે. દીકરા વહુ સાવ નાની ઉંમરમાં એકલા થઈ ગયા છે જરાં તેમની સામે જોઈ પોતે આંસુ રોકી લે છે. થોડી હિંમત રાખી સ્મિતાબેન પાસે જાય છે અને તેમને કહે છે, " આમ હિમંત ના હારશો. તમારી સામે તમારી અને આંચુની આખી જિંદગી પડી છે. મને ખબર છે એક જીવનસાથીને ગુમાવવો કેટલું અઘરું છે, એ પણ આટલી નાની ઉંમરમાં!!"આટલું બોલતા જ સ્મિતા જયંતીભાઈને પપ્પા કરીને ગળે લગાવી રડી પડે છે. જ્યંતિભાઈ અને સ્મિતા વચ્ચે સસરા - વહુ કરતા વધુ બાપ - દીકરીનો સંબંધ હતો.આંચુ મમ્મી અને દાદાને ગળે