ઈરાને નવાઈ ન લાગી વિવાનનું ઘર જોઈને. નવાઈ લાગવા જેવું હતું પણ શું? એક સમયે વિના કોઈ બજેટ સજાવ્યું હતું તે પણ સુરુચિપૂર્ણ હતું. હવે હાઈ ફાઈ બજેટ સાથે સજાવાયું હોય એમ લાગી રહ્યું હતું. વૈભવશાળી બિલ્ડિંગના પંદરમે માળે આવેલા ફ્લેટમાંથી બહારનો નઝારો નજરે પડતો હતો. સાંજ થઇ રહી હતી. બારીમાંથી નજરે પડતો સમુદ્ર સૂર્યના સાથી બનવું હોય તેમ કેસરીયા રંગે રંગાઈ ચુક્યો હતો. ચુસ્તરીતે બંધ બારીઓ પર વહેતી હવા ટકોરા કરીને પોતાની હાજરી નોંધાવી રહી હતી. વાતાવરણમાં એરકંડિશનરની હળવી ઘરઘરાટી સિવાય કોઈ રવ નહોતો. ફ્લેટ બખૂબીથી સજાવાયો હતો. ઇટાલિયન માર્બલ ફ્લોરિંગ સાથે કોન્ટ્રાસ્ટ જમાવતાં સી ગ્રીન કલરના કર્ટન્સ લાઈફ