શ્રીમદ ભગવદ્ ગીતા - ભાગ 3 - છેલ્લો ભાગ

  • 4.9k
  • 2
  • 2.3k

અધ્યાય-૧૩-ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યોગ અર્જુન –હે કૃષ્ણ, ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ, જ્ઞાન-જ્ઞેય અને પ્રકૃતિ-પુરુષ વિષે હું જાણવા ઈચ્છું છું(૧) કૃષ્ણ –હે અર્જુન, શરીર ને ક્ષેત્ર કહેવાય છે, અને તેને જે જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે(૨) સર્વ શરીરમાં (ક્ષેત્રમાં)રહેલા મને (આત્માને), તું ક્ષેત્રજ્ઞ જાણ. આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે ‘જ્ઞાન’ છે, (૩) (જ્ઞાન = “ આત્મ જ્ઞાન માં નિષ્ઠા અને તત્વજ્ઞાન નું મનન”—આ લક્ષણો જ્ઞાન પ્રાપ્તિ કરાવી આપનારા છે, માટે તેને -જ્ઞાન કહ્યું છે –૧૨)  ’જ્ઞેય’ એટલે કે ‘જે જાણવા યોગ્ય છે તે’—જે જાણવાથી મોક્ષ મળે છે તે—અને ‘તે’ અનાદિ ‘બ્રહ્મ’ છે(૧૩) ક્ષેત્ર (શરીર) પાંચ મહાભૂતોનું બનેલું છે, અને તેના અહંકાર, સુખ-દુઃખ, રાગ-દ્વેષ