માડી હું કલેકટર બની ગયો - 12

  • 2.6k
  • 1.7k

માડી હું કલેકટર બની ગયો ખંડ - ૧૨સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષાને માત્ર દસ જ દિવસ ની વાર હતી. અવયવસ્થિત તૈયારી હતી જીગરની! ઇતિહાસ ને હિન્દી સાહિત્ય ના બે પેપર સિવાય બીજા બે સામાન્ય અધ્યયન ના પેપર પણ હતા. સામાન્ય અધ્યયન ની તૈયારી જીગરની સારી રીતે થઈ ન હતી. સામાન્ય અધ્યયન ના પેપર માં બંધારણ, ભૂગોળ, સાયન્સ ટેક. કરેન્ટ અફેર્સ, બધા વિષયો માંથી પૂછવામાં આવતું. પૈસા ના અભાવ માં જીગર સામાન્ય અધ્યયન અને ઇતિહાસ ના કલાસ કરી શક્યો ન હતો ફક્ત હિન્દી સાહિત્ય ના જ કલાસ કર્યા હતા. તો બીજું એક પેપર અંગ્રેજી માં ૩૦૦ માર્ક માં ફરજીયાત પાસ થવાનુ