લગ્ન.com - ભાગ 2

  • 3.8k
  • 2.1k

લગ્ન. com - વાર્તા ૨ ૐ સરસ્વતી નમો નમઃઆજે લગભગ બે વર્ષ પછી વંદના અરીસા સામે બેસી સ્વયમને શાંતિથી જોઈ રહી હતી." બેટા છોકરો આવતો હશે હું તને સોળ શણગાર કરવા નથી કહેતી. બસ થોડી તૈયાર થઈ જા" વંદનાના મમ્મી જ્યોતિબેને ચિંતા કરતાં કહ્યું .પાછળથી પાંચ વર્ષની નિધિ દોડીને આવી "મમ્મા હું તૈયાર કરું ? મારી બાર્બી ડોલને પણ હું જ તૈયાર કરું છું મમ્મા તું પણ પછી બાર્બી ડોલ જેવી લાગીશ " નિધિ ના નિર્દોષ શબ્દો એ વંદના ના હોઠો પર સ્મિત અને આંખોમાં પાણી છલકાવી દીધું અને વંદના એ નિધિ ને તેડી ગળે લગાવી દીધી અને પપ્પીઓ કરવા