શારદા ને ઉપર પહોંચાડીને અરવિંદ જેલમાં ગયો.અને રાકેશ ની હાલત સાવ અનાથ જેવી થઈ ગઈ.ત્યારે પાર્લામાં રહેતા એના મામા ઘનશ્યામદાસ.અને મામી ગૌતમીએ એની જવાબદારી ઉપાડી લીધી.શારદાના ક્રિયાક્રમ પતી ગયા પછી એ બન્ને.રાકેશને પોતાની સાથે મુંબઈ લઈ આવ્યા. સમય વિતતા કયા વાર લાગે છે. s.s.c. પાસ કરીને રાકેશે અંધેરીની ચિનોય કોલેજમાં એડમિશન મેળવ્યુ. એ જ્યારે કોલેજના સેકન્ડ યરમાં પહોંચ્યો.ત્યારે ફર્સ્ટ યરમાં દાખલ થયેલી દિવ્યા તરફ આકર્ષાયો. દિવ્યાએ પણ એને લિફ્ટ આપી.અને રાકેશ સાતમા આસમાનમા વિહરવા લાગ્યો. એનુ જીવન દિવ્યામય બની ગયુ. ચારે તરફ એને બસ દિવ્યા જ દિવ્યા નજર આવતી.દિવ્યા સિવાય એને કંઈ જ ન સુજતુ. જ્યા જ્યા એની નજર પડતી