શમણાંની શોધમાં - પ્રકરણ 8

(79)
  • 3.7k
  • 2.1k

          સવારના આઠેક વાગ્યા હશે. રવિવાર હતો. છેલ્લા કેટલાક દિવસથી અર્ચના સતત એને દિવાળી પછી આવવાનું છે એની કોઈના કોઈ બહાને યાદ આપતી રહેતી હતી. આપ આઓગે તબ મેં આપકે લિયે યે ખાના બનાકે રખુગી. મેં બ્લયુ ડ્રેસ પહનું યા પિંક. એ બધા વાકયો એને યાદ અપવાવવા માટે જ એ વાતચીતમાં વાપરતી હતી અને શ્યામને ખ્યાલ પણ આવી ગયો હતો.           રવિવારના કારણે એ આઠ વાગ્યે ઉઠ્યો હતો પણ ત્યાજ મમ્મી આવી. એને ઘરમાં સૌથી વધુ મમ્મી સાથે જ બનતું. મમ્મી એની વાત સાંભળતી. એને સમજતી. આજે એ મમ્મીને અર્ચના વિષે વાત