પ્રારંભ - 40

(65)
  • 5.1k
  • 3
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 40કેતનની વાત સાંભળીને લલ્લન પાંડે અંદરથી ધ્રુજી ઉઠ્યો. એને એ.સી માં પણ પરસેવો વળી ગયો. આ માણસ ઘણી બધી તૈયારી કરીને આવ્યો છે અને મારા વિશે ઘણું બધું જાણે છે. જો એ મને સાથ આપનાર તમામ લોકોને હાઇકોર્ટમાં ઘસડી જાય તો કોઈને કોઈ તો વટાણા વેરી જ દે. અને બધા જ ડોક્યુમેન્ટ જજ પોતે વેરીફાય કરે તો સો ટકા પોતાને જેલ થાય જ. અત્યાર સુધી નસીબમાં હતું એટલું પ્લૉટમાંથી કમાઈ લીધું. હવે જો આ યુવાન મોં માગ્યા પૈસા આપતો હોય તો સોદો કંઈ ખોટનો નથી ! - પાંડેએ વિચાર્યું. " તમે મને કેટલી રકમ આપવા તૈયાર છો ?