પ્રારંભ - 38

(69)
  • 5k
  • 4
  • 3.4k

પ્રારંભ પ્રકરણ 38બે દિવસ પહેલાં કેતને સિદ્ધાર્થના ઘરે સ્વાતિને જોઈને મોટાભાઈને એવું કહ્યું હતું કે સ્વાતિનો પતિ પુરુષમાં નથી. છતાં સ્વાતિની સાસુને સંતાન ન થવા પાછળ બધો જ વાંક સ્વાતિનો લાગે છે. આજે રવિવાર હતો એટલે સિદ્ધાર્થની ઈચ્છા એવી હતી કે સ્વાતિના પતિ અનિલ સાથે ચર્ચા કરીને આ બાબતનો કોઈ નિવેડો લાવવો જોઈએ જેથી સ્વાતિ વિના કારણ દુઃખી ના થાય. પરંતુ સિદ્ધાર્થને એવો ડર હતો કે જો અનિલને આ વાત પૂછવામાં આવે તો એને સ્વાતિ ઉપર જ વહેમ જાય અને તો પછી સ્વાતિને પતિનો પણ ત્રાસ સહન કરવો પડે. કેતને ભાઈને આશ્વાસન આપ્યું કે તમે બધું મારી ઉપર છોડી દો.