કસક - 18

  • 2.6k
  • 1.5k

પણ તે દિવસ જે થયું તે કદાચ થવુંજ જોઈતું હતું.કદાચ તેનાથી આરોહીના મનમાં પ્રેમની લાગણી વહી જાત. રવિવાર હતો આરોહી અને કવનનો દિવસ.તે દિવસ બધા જ વિતેલા રવિવારની જેમ એક સુંદર દિવસ હતો.તે બંને બાલ્કનીમાં બેસીને બુક વાંચી રહ્યા હતા.તે સવાર ના વાંચી રહ્યા હતા અને તે આજે બુક પુરી કરવાના મૂડ માં હતા.પણ અચાનકજ વાતાવરણ સાંજે બદલાઈ ગયું હતું.કદાચ વરસાદી સિઝનનો સૌથી છેલ્લો વરસાદ વરસવાની તૈયારી હતી.ત્યાંજ થોડીકજ વારમાં વરસાદ તૂટી પડ્યો. તે દિવસ ફરી પહેલા વરસાદ જેવો સુંદર વરસાદ વરસી રહ્યો હતો.કવન અને આરોહી બહાર પડેલી ટેબલ ખુરશી અંદર મૂકી આવ્યા હતા.તેઓ ખાસા એવા ભીના થઈ ગયા હતા.