સુંદર ખુબસુરત સવાર ખીલી ઉઠી છે. સુરતનો તડકો આજે બહુ શીતળ લાગે છે. સવારમાં એ પક્ષીઓનો મીઠો મધુર કલરવ કાને સંભળાય છે. આ દ્રશ્ય મહુવા તાલુકા નજીક એક ગામમાં રહેતા જ્યંતિભાઈ મેહતા નિહારતા હતા. આજના દિવસે તો એમના ઘરે સોનેરી સવાર ઉગી હોય એવુ લાગે છે.જયંતીભાઈ સવારમાં તડકે બેસીને જુના ગીતોની સાથે તાલ મળાવતાં હતા. તેમના ચેહરા પર એક અલગ જ ખુશી દેખાતી હતી એટલામાં જ તેમના દોસ્ત ભરતભાઈ આવ્યા "અરે શું વાત છે! આજે એટલા વર્ષો બાદ મારાં દોસ્ત ના ચેહરા પર આટલી ખુશી દેખાઈ રહી છે. આજે કઈ ખાસ છે? " સહજ ભાવથી તેમણે પૂછ્યું.જયંતીભાઈ એ વળતો જવાબ