વિશ્વ ધરોહર દિવસ વિશ્વની સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને સંરક્ષિત રાખવા માટે યૂનેસ્કો દ્વારા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી કરવાનું કારણ એ પણ છે કે તેના માધ્યમથી લોકોને ઐતિહાસિક સ્થળોના મહત્વ વિશે જાણકારી મળી શકે. આ દિવસની ઉજવણી સાથે લોકો સુધી સંદેશ પણ પહોંચે છે કે આપણી ઐતિહાસિક ધરોહરોની સંભાળ રાખવાની પણ જરૂર છે. આ વારસો આપણે આપણા પૂર્વજો એ આપ્યા છે જે આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે.વર્ષ ૨૦૨૩ ની થીમ છે HERITAGE CHANGES.જેનો હેતુ છે કે વિશ્વ ધરોહર વિષે જાગૃતિ ફેલાવવી,લોકોમાં તેની જાળવણી તેનો ઈતિહાસ અને તેના મહત્વથી લોકોને માહિતગાર કરવા.