સારી આદતો અપનાવો, સૌના વ્હાલાં બનો.

  • 3.5k
  • 1
  • 1.3k

સારી આદતો અપનાવો, સૌના વ્હાલાં બનો. નમસ્તે વ્હાલાં બાળકો, કેમ છો ? મજામાં ને ! તમારાં માટે આજે હું થોડીઘણી સારી આદતો લઈને આવી છું. આમ તો ઘણી બધી સારી આદતો છે જે જીવનમાં અપનાવવાથી આપણે એક આદર્શ બાળક બનીએ છીએ. જેમાંથી આજે થોડી સારી આદતોની વાતો વાંચો જે જીવનમાં અપનાવો અને સૌનાં વ્હાલાં બનો! હા, સારી આદતો કેળવવાથી આપણે સૌને ગમીએ છીએ. તો ચાલો જાણીએ. દરરોજ પ્રાર્થના કરવી : સવારે વહેલાં ઊઠીને તરત જ ભગવાનનો આભાર માનતી પ્રાર્થના કરો. ભગવાને આપણને ફરીથી એક નવો દિવસ આપ્યો તે બાબતે અને આજનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય તે માટે