વિશ્વ હિમોફિલિયા દિવસ વિશ્વભરમાં દર વર્ષ 17એપ્રિલ હિમિફિલિયા નામના રોગ પ્રત્યે જનમાનસમાં જાગૃતિ જગાડવાના હેતુથી મનાવવામાં આવે છે. હિમોફિલિયાએ જનીની બીમારી એટલે કે વારસાગત રીતે ઊતરી આવતો રક્તનો પ્રાણઘાતક ગણાતો રોગ છે અને તેના કારણે રક્તના ગંઠાઈ જવાના માળખામાં એકથી વધુ ખરાબી થઈ શકે છે. જો આમ થાય તો બિન-આનુશંગિક ઈજાઓને જીવલેણ બનાવી શકે છે. આવા ખતરનાક રોગ પ્રત્યે પ્રજામાં એઈડ્સ જેટલી જાગૃતતા ન હોવાને કારણે મૃત્યુઆંક ઊંચો જવા લાગ્યો ત્યારે આ રોગનાં દર્દીઓને સહાયભૂત થવાના હેતુથી ફ્રેંક સ્કૅનબલ (Frank Schnabel) નામની વ્યક્તિએ ઈ.સ. ૧૯૬૩ના વર્ષમાં વિશ્વ ફેડરેશન ઓફ હિમોફિલિયાની સ્થાપના કરી, જેને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ માન્યતા આપી.