કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 72

(23)
  • 5.9k
  • 2
  • 4.6k

"કૉલેજ કેમ્પસ"ભાગ-72દેવાંશ કવિશાની સામે જોઈને કવિશાને કહી રહ્યો હતો કે, "બોલ હવે તો બરાબર ને, બોલ તારે બીજું શું જોઈએ?"કવિશા ખૂબ ખુશ હતી એક તો દેવાંશ જેવા છોકરા સાથે દોસ્તી થઈ અને પોતાનું મૂંઝવણ ભર્યું કામ પૂરું કરવામાં તેની મદદ મળશે બંને વાતથી.. "બસ, કંઈ નહીં થેન્કસ યાર..""લે એક તો ફ્રેન્ડ બનાવે છે અને થેન્કસ કહે છે. નહીં કરું તારું કામ હોં.." અને દેવાંશ કવિશાની સામે જોઈને હસી રહ્યો હતો.કવિશાના મોંમાંથી જીભ બહાર નીકળી ગઈ અને તે દેવાંશને સોરી કહેવા લાગી, "સોરી યાર, નહીં કહું થેન્કસ બસ. ઓકે હવે તો ખુશ ને?"દેવાંશ જરાક ઉતાવળો આગળ ચાલે છે અને કવિશાને પણ