માડી હું કલેકટર બની ગયો ખંડ - ૫જીગર થોડા દિવસ તેના ગામ ચાલ્યો ગયો. ઘરની આર્થિક પરિસ્થિતિ પણ ચરમસીમાં એ હતી એ જોઈને જીગરની આંખો ભરાય આવી. જીગરને જાણવા મળ્યું કે તેના પિતાજી એ કોઈ પાસે થોડા વ્યાજે પૈસા લીધેલ છે ખેતી કામ માટે!માં એ જીગરને પાછો ગાંધીનગર જતી વખતે આગળના ખર્ચ માટે એક હજાર રૂપિયા આપ્યા. જીગર ની બી.એ પ્રથમ વર્ષની પરીક્ષા પણ નજીક હતી ગામડે થી આવીને જીગરે ગાંધીનગર સેકટર ૬ મા રૂમ ની વ્યવસ્થા કરી લીધી હતી. જ્યારથી જીગરે ગુરુજીનો રૂમ છોડ્યો હતો ત્યારથી મોના એને ક્યારેય મળી ના હતી. સેકટર ૬ માં જીગર આજુબાજુ વાળા સાથે