દેવ..તો એમનાં દર્શનથી એટલો અભિભૂત થયેલો કે દર્શનમાત્રથી એની આંખમાં આંસુ આવી ગયાં એમનાં પગને સ્પર્શ કરી એનાં આંસુથી પગ પખાલ્યા.. ગુરુ સ્વામીએ એનાં માથે હાથ ફેરવ્યો અને બોલ્યાં “તથાસ્તુ "..... તારી બધી કામનાં પુરી થશે મારાં બચ્ચા.” “પણ... આ મઠનું ઋણ ચૂકવવાનું તારે બાકી છે એ તારે હવે ચૂકવી દેવું પડશે. તારી આ જીવનની સફર તને રુદ્રનાં ઘર સુધી લાવી છે એની પાછળ પણ ચોક્કસ કારણ છે. તારાં હાથેજ દુર્ગતિ અટકશે પવિત્ર કામ થશે. દીકરી દેવમાલિકાનો સાથ મળશે નાનાજીનાં આશીર્વાદથી તું અહીંનું ઋણ ચૂકવીશ.” નાનાજી-નાનીજી-દેવમાલિકા ગુરુ સ્વામીનાં મુખેથી, બોલાયેલાં શબ્દો આશ્ચર્યથી સાંભળી રહ્યાં. દેવે બે હાથ જોડી વરસતી આંખોએ