કસક - 17

(12)
  • 2.4k
  • 1.5k

આ અઠવાડિયું કવન માટે તો ખૂબ વ્યસ્તતા પૂર્વક ગયું હતું.તેથી આરોહીની લાયબ્રેરીમાં જવાનો તેને સમયજ નહોતો મળ્યો.કાલે રવિવાર હતો.કવન વિચારતો હતો કે તે કાલ આરોહીને ત્યાં જશે. પણ બીજી તરફ તેણે વિચાર્યું કે હું ગયો અને તેને ના ગમ્યું તો.મનમાં તે બોલ્યો હું પણ કેવું વિચારું છું. આરોહી એ તો મને આવવાનું કહ્યું હતું.પણ બીજી તરફ તેને લાગ્યું કે તેણે એમજ કહી દીધું હશે.આ બધા વિચારોની વચ્ચે કોને ખબર તેને રાત્રે ઊંઘ પણ સરખી નહોતી આવી. બીજો દિવસ રવિવાર હતો ૯ વાગ્યામાં તો તે તૈયાર થઈ ગયો હતો પણ છતાં તેનું મન આરોહીના ઘરે જવામાં માનતું નહોતું.આ બધી અવઢવ વચ્ચે