કસક - 16

(15)
  • 2.6k
  • 1.5k

તે બાદ બીજા બે અઠવાડિયા થઈ ગયા હતા, હજી આરોહી નો મેસેજ નહોતો આવ્યો.ના આરોહી એ મળવા માટે કહ્યું હતું.આજે રવિવાર હતો.સામાન્ય રીતે આરોહી જયારે મળવાની હોય તેના આગલા દિવસે મેસેજ કરતી હતી.પણ આજે બીજા અઠવાડિયે પણ તેનો મેસેજ નહોતો આવ્યો.કવન જમીને તેના રૂમમાં સુવા જતો હતો.ત્યારે અચાનક ફોન રણક્યો.નિસંકોચ આરોહી હતી. "હેલો કવન જલ્દી જ તું હાઇવે પર આવી જા" કવન આરોહીને આટલી જલ્દી બોલતી જોઈને બેબાકળો થઈ ગયો. "પણ શું થયું આરોહી?" "કંઈ ખાસ નહિ બસ તું જલ્દી આવીજા" "હા હું હમણાં જ આવું છું." કવન જલ્દી જ તૈયાર થઈને હાઇવે પાસે ગયો ત્યાં તેને આરોહી ક્યાંય ના