ગત અંકથી શરુ......સમય સમયનું કામ કરે છે અને સમયની સરિતા ખુબ જ નિરાળી છે, જો તેની સાથે વહીએ તો બેડો પાર થાય નહિ તો મજ દરિયે જ નાવડી ડૂબી પણ શકે, પરંતુ જો ભગવાન ઉપર પૂર્ણ શ્રદ્ધા હોય તો ડૂબતી નાવડી પણ તરવા લાગે છે, આ કહાની પણ આવી જ ફિલોસોફી સાથે આગળ વધશે... લેખક સંધ્યાના પુસ્તક સફરઅભયપૂરનીમાં લખેલા આ શબ્દો અનુરાગને ધીરે - ધીરે વધારે વાંચવા ગમતા હતા....સાંજનો સમય હતો તેણે કહાની વધુ વાંચવાની શરૂઆત કરી વર્ષો પહેલાની વાત છે પુષ્પપૂરણી રાજકુમારી ગાયત્રીનું સ્વયંવર થઇ રહ્યું હતું, રાજકુમારી જે વીર પુરુષને વરમળા પહેરવશે એજ તેના પતિ પારમેશ્વર તરીકે સ્વીકારાશે