14 એચ. કે. કૉલેજના ભોંયરાના એ રૂમમાં, પટારાની અંદર પડેલી મંજરીની ખવાઈ ગયેલી લાશ જોઈને આરસીના મોઢેથી ચીસ નીકળી ગઈ, અને એ સાથે જ અત્યારે આરસીની નજર સામે ફિલ્મના દૃશ્યની જેમ, પચીસ વરસ પહેલાંનું દૃશ્ય તરવરી ઊઠયું.... ....મંજરી એક યુવાન સામે ઊભી હતી. એ યુવાનનો ચહેરો દેખાતો નહોતો. એ યુવાને મંજરીને બન્ને ખભા પાસેથી પકડીને પોતાની તરફ ખેંચી. મંજરીએ એ યુવાનના હાથમાં બચકું ભર્યું. એ યુવાને મંજરીના ગાલ પર જોરદાર તમાચો ઝીંકી દીધો. મંજરી પાછળની તરફ ગબડી. એનું માથું પાછળ પડેલા ટેબલ સાથે અફળાયું, અને બીજી જ પળે મંજરી જમીન પર પટકાઈ. મંજરીની આંખો ફાટેલી રહી ગઈ. મંજરીના કપાળેથી લોહી