ખોફ - 12

(32)
  • 3.3k
  • 1
  • 2.1k

12 એચ. કે. કૉલેજમાં આવેલા કૉલેજના મૅગેઝિન કાર્યાલયના કૉમ્પ્યુટરમાં, પચીસ વરસ પહેલાં ગૂમ થયેલી મંજરીના બૉયફ્રેન્ડનો ફોટો તેમજ એ ફોટા નીચે લખાયેલી એ બૉયફ્રેન્ડ વિશેની માહિતી વાંચીને ચોંકી ઊઠેલો નીલ પાગલની જેમ કૉલેજની બહારની તરફ દોડી ગયો હતો. અત્યારે નીલ પોતાની કાર પાસે પહોંચ્યો, ત્યારે તે રીતસરનો ધ્રુજતો હતો. ‘મંજરીના બૉયફ્રેન્ડ વિશેની માહિતી માનવામાં આવે એવી નહોતી !’ તે કારની ડ્રાઈવિંગ સીટ પર બેઠો. ‘આરસી પણ આ જાણીને જબરજસ્ત આંચકો ને આઘાત પામશે !’ વિચારતાં તેણે કાર ચાલુ કરી અને ઘર તરફ દોડાવી મૂકી. ત્યારે આ તરફ, માયાના ઘરે માયા આરસીને તાકી રહી હતી. ‘‘...મંજરી એવું ઈચ્છે છે કે, તું