ખોફ - 11

(29)
  • 3.6k
  • 1
  • 2k

11 ‘ડ્રેસિંગ ટેબલ પર પડેલો પટારા આકારનો જ્વેલરી બૉકસ આપમેળે કેવી રીતના હલબલ્યો ? આખરે એ પટારામાં શું છે ? !’ એવા સવાલ સાથે પટારા તરફ આગળ વધેલી આરસી અત્યારે પટારા પાસે પહોંચી. તે પળ વાર પટારા સામે જોઈ રહી, પછી તેણે પટારા તરફ હાથ આગળ વધાર્યો. તેનો હાથ કંપ્યો. તેણે પટારાનું ઉપરનું ઢાંકણું ખોલવા માટે એને હાથ લગાવ્યો, ત્યાં જ એકદમથી જ તેની નજર સામે જાણે કોઈ ફિલ્મના દૃશ્યની જેમ કોઈ મોટા હૉલ જેવા ભોંયરાનું દૃશ્ય તરવરી ઊઠયું. એ ભોંયરામાં લાકડાની તૂટેલી બૅન્ચો, ટેબલ-ખુરશી વગેરે જેવા ભંગાર સાથે ખૂણામાં લાકડાનો એક ખાસ્સો મોટો પટારો પડયો હતો. પટારો બંધ હતો.