ખોફ - 10

(33)
  • 3.4k
  • 4
  • 2.1k

10 રૉકી થરથર કાંપતાં, પલંગ નીચેથી બહાર નીકળેલા ચામડી ઊતરડાયેલા, લાંબા-લાંબા નખવાળા બેે હાથ તરફ જોઈ રહ્યો. ‘ક..ક..કોણ છે ? !’ રૉકીના હોઠે આ સવાલ આવ્યો, પણ ડર અને ગભરાટથી તેની જીભ તાળવા સાથે ચોંટી ગઈ  હતી, એટલે તેના મોઢેથી આ સવાલ નીકળી શકયો નહિ, તે ફાટેલી આંખે પલંગની નીચેની તરફ જોઈ રહ્યો. ધીરે-ધીરે કોણી સુધીના બન્ને હાથ બહાર નીકળ્યા અને પછી પલંગ નીચેથી એક ચહેરો બહાર આવ્યો. એ ચહેરો મંજરીનો હતો ! કપાળેથી લોહી નીકળતો, આંખો ફાટેલી મંજરીનો ચહેરો ! મંજરીનો ભયાનક ચહેરો જોતાં જ આ વખતે રૉકીના મોઢેથી ડરભરી ચીસ નીકળી ગઈ. હવે મંજરી, મંજરીનું પ્રેત પલંગ નીચેથી