ખોફ - 5

(35)
  • 3.6k
  • 2
  • 2.4k

5 રોમાના ડાબા ગાલમાંથી એક પછી એક કાળા કરોળિયા નીકળવા માંડયા, એટલે પીડાભરી ચીસ પાડતી, રડતી-કકળતી રોમા બાથરૂમમાંથી બહાર નીકળી અને બેડરૂમના દરવાજા તરફ દોડી, ત્યાં જ તેનો પગ પલંગની ધાર સાથે અફળાયો, તેણે ગડથોલિયું ખાધું. ફટ્‌ કરતાં તેનું માથું બાજુની દીવાલ પાસે પડેલા ડ્રેસિંગ ટેબલના અરીસા સાથે અફળાયું. ખનનનનન્‌....કરતાં અરીસો ફૂટયો અને એના કાચ રોમાના કપાળમાં ખૂંપી ગયાં. રોમાની પીડાભરી ચીસોથી દીવાલો ધ્રૂજી ઊઠી. તે જમીન પર પટકાઈ. તેના કપાળમાંથી લોહી વહેવા માંડયું. તો હજુ પણ રોમાના ડાબા ગાલ પરના ઘામાંથી એક પછી એક કાળા કરોળિયા નીકળવાના તો ચાલુ જ હતા. અત્યાર સુધીમાં સો-દોઢસો કરોળિયા નીકળીને રોમાના શરીર પર