ખોફ - 4

(28)
  • 3.6k
  • 4
  • 2.4k

4 ‘ગોલ્ડ સ્પાના’ સ્ટીમ રૂમમાં વિરાજ સાથે ભયાનક ઘટના બની રહી હતી ! સ્ટીમ રૂમના વાતાવરણને કન્ટ્રોલ કરતા પૅનલ પરના આંકડાઓ આપમેળે વધી ગયા હતા, અને સ્ટીમ રૂમમાંની ગરમી એટલી હદે વધી ગઈ હતી કે, અંદર સ્ટીમ બાથ લેવા માટે ગયેલા વિરાજની ચામડી બળવા માંડી હતી, તેના શરીર પરથી ચામડી ઊતરડાવા માંડી હતી ! અને આ હકીકતથી બિલકુલ બેખબર સ્પાની સંચાલિકા સોનિયા અત્યારે પણ પોતાના બૉયફ્રેન્ડ સાથે મોબાઈલ ફોન પર ગપ્પાં લડાવી રહી હતી ! તે ખિલખિલ હસી રહી હતી. એક પછી એક મિનિટો પસાર થઈ રહી હતી. આઠ...નવ અને દસ મિનિટ પૂરી થઈ. સોનિયાએે સ્ટીમ રૂમના ટાઈમરમાં દસ મિનિટનો