શિવરાજપુર ની પૂર્વ માં પોતાના નારંગી કિરણો પાથરતો સૂર્યોદય થઈ રહ્યો છે.આખું નગર આ નવા દિવસ ને વધાવવા માંગતું હોય એમ વહેલા ઉઠી નિત્યક્રમ પતાવી મહાદેવ ના મંદિર ના ચોગાન માં જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ ગયું છે.. પૂજારી શ્લોક ગાઈ રહ્યા છે શરણાઈ અને નોબત વાગી રહી છે અને બધા ની નજર મંડાઈ છે મંદિર ના મુખ્ય દ્વાર પર જ્યાંથી થોડી વાર માં મહારાજ શિવાદિત્યસિંહજી શિવરાત્રી ની પૂજા માટે પધારવાના છે. ધૂળ ની ડમરી ઉડતી દેખાય છે. એક સોના ના રથ માં મહારાજ શિવાદિત્યસિંહજી પધારી રહ્યા છે. મહારાજ ની આભા એટલી દૈદીપ્યમાન છે કે જાણે ભગવાન સૂર્ય નારાયણ જાતે