શનિવારનો દિવસ હતો. ન્યુયોર્કની ભીડમાં ધમધમતાં રસ્તાઓ શાંત અજગરની જેમ પડ્યા હતા. એક તો વિક એન્ડ અને બાકી હોય તેમ ચાર દિવસ ભારે હિમવર્ષા થવાની આગાહી. વાતાવરણમાં ખાસ કોઈ ચહેલપહેલ નહોતી. ઇરાએ બારી બહાર નજર નાખી. તૂટીને હિમવર્ષા થઇ રહી હતી, જાણે આગાહીને શબ્દશ: સાચી ઠેરવવી હોય તેમ. નાનાં , આરામદાયક અપાર્ટમેન્ટમાં ફાયર પ્લેસની જલતી જ્વાળાની હૂંફમાં કોફીના ઘૂંટ ભરી રહેલી ઇરાનું મન ભારે વ્યાકુળ હતું . વ્યાકુળતાનું કારણ હતી તેના ખોળામાં પડેલી કલર્સ ઓફ લાઈફ. વિવાનની ઓટોબાયોગ્રાફી.થોડા દિવસ પૂર્વે વિવાનની ઑટો બાયોગ્રાફીના ન્યુઝ ઇન્ડિયન ચેનલ અને ઇન્ડિયન પેપર્સમાં વાંચ્યા હતા. એ પછી ન્યુયોર્ક ટાઇમ્સએ પણ સન્ડે સપ્લીમેન્ટમાં કલર્સ ઓફ