વસુધા - વસુમાં - પ્રકરણ-109

(46)
  • 3.1k
  • 2
  • 1.8k

ગુણવંતભાઇ કહે “હું હમણાંજ ફોન કરું છું ત્યાં રાજલ ઘરમાં આવે છે. આવતાં વેંત સરલાની ખબર પૂછે છે એણે જોયું બાબો ઊંઘે છે બોલી “વાહ આતો 10-12 દિવસમાં મોટો મોટો લાગે છે. વસુધા વિના તો ઘર સૂનૂ સૂનૂ લાગે છે પછી ભાનુબહેનને જોઇને કહ્યું કેમ છો માસી ? અને દિવાળી બા શું કરે છે ?” ભાનુબહેને કહ્યું “મજામાં છીએ તારી બહેનપણી પિયર ગઇ છે 10-12 દિવસ થયાં એણે એક ફોન સુધ્ધાં નથી કર્યો જબરી ઘમંડી છે. ફોઇ વાડામાં લાલી પાસે ગયાં છે વસુધા વિના એપણ નખરાં કરે છે ખાતી નથી પીતી નથી દૂધ આપવાનું પણ બંધ કરી દીધું છે. હું