ધ સ્કોર્પિયન - પ્રકરણ-98

(62)
  • 3.4k
  • 2
  • 2.2k

ગણપતને રવાના કર્યા પછી રુદ્રરસેલ અને સૂરમાલિકા દેવમાલિકાનાં રુમમાં આવ્યાં. રુદ્રરસેલે લાડથી દેવીને પૂછ્યું “દીકરા કેમ આમ રીસાઇને રૂમમાં આવી ગઇ ? ગણપત આપણો વિશ્વાસું નોકર છે બહાદુર છે. જો દીપડાએ તારાં ઉપર હુમલો કર્યો પોતાની પરવા કર્યા વિનાં તને બચાવીને ? એવું તો શુ થયું તને આટલો ગુસ્સો છે ?” દેવમાલિકા સાથે વાત કરતાં હતાં અને એમનાં સેટેલાઇટ ફોન પર... રીંગ આવી એ ફોન પર વાત કરવા રૂમની બહાર નીકળી ગયાં. દેવમાલિકાએ માં ને કહ્યું “માં આ ગણપત સારો માણસ નથી મને નથી ગમતો ગંદો છે મારી સીક્યુરીટી માટે કોઇ લેડીઝ સાથે રાખો.” સૂરમાલિકાએ કહ્યું “બેટા હવે તારે ક્યાં